રોજિંદા જીવનમાં આયુર્વેદના ઉપયોગથી સ્વસ્થ કઈ રીતે રહી શકાય ??
આયુર્વેદનો મુખ્ય હેતુ એ છે કે સ્વાસ્થય વ્યક્તિના સ્વાસ્થય ની જાળવણી કરવી અને રોગીને રોગો થી મુક્ત કરવા.
નીચેના થોડા નિયમોનું રોજિંદા જીવનમાં પાલન કરીને તમે સ્વસ્થ રહી શકો છો.
- દિનચર્યા
- ઋતુચર્યા
- ખોરાક
- યોગ
દિનચર્યા :
દરેક ચીજવસ્તુને વાપરવાની ચોક્કસ રીત હોય છે. એ પદ્ધતિને અનુસરવાથી જે તે
ચીજવસ્તુ લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય છે. શરીરનું પણ કંઈક આવું જ છે.
સવારે
ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી શરીરની રોજબરોજની દેહધાર્મિક ક્રિયાઓ કઈ રીતે કરવી
તેનું મેનુઅલ એટલે દિનચર્યા.
દિનચર્યામાં આટલી બાબતોનું ધ્યાન રાખવું.
સવારે વહેલા ઉઠવું
- સવારે વહેલા ઉઠવાથી સ્ફૂર્તિ, રોગપ્રતિકારક શક્તિ, બળ, આયુષ્યમાં વધારો થાય છે.
- આયુર્વેદમાં ઉઠવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદયના ૧.૩૦ કલાક પહેલાં બતવવામાં આવ્યો છે.
B. નવશેકું ગરમ પાણી પીવું હીતાવહ છે.
મળત્યાગ અને દંતધાવન
- યોગ્ય સમયે મળત્યાગ કરવાથી વાયુની સીધી ગતિ થાય છે જેના કારણે અનેક રોગોથી બચી શકાય છે.
- દંતધાવનમાં આંકડો, વડ , કરંજ(કણજી), ખદીર(ખેર) , બોરસલ્લી નો ઋતુ પ્રમાણે ઉપયોગ કરવો.
- ટૂથપેસ્ટ કે જેમાં ઉપર દર્શાવેલી ઔષધનો ઉપયોગ થયેલ હોય એ વાપરવી હિતાવહ છે.
- જો દાતણ મળી શકે એમ ન હોય તો દશનસંસ્કાર ચૂર્ણ, ત્રિફળા અથવા ત્રીજાત ચૂર્ણ વાપરી શકાય.
જીભની સફાઈ તથા કોગળા કરવા.
વ્યાયામ
- નિયમિત વ્યાયામ કરવાથી શરીરને પોષણ મળે છે.
- સ્વેદ ( પરસેવો ) વડે શરીરનો , મલ દૂર થાય છે.
- શરીરના બળ અને ઉમર પ્રમાણે યથાશક્તિ વ્યાયામ કરવો જોઈએ.
- શરીરની ટાઢ , તાપ વગેરે સહન કરવાની શક્તિ વધારે છે.
- દરરોજ વ્યાયામ કરનાર વ્યક્તિને રોગ ઓછા થાય છે.
સ્નાન
- ઋતુ અનુસાર ગરમ અથવા ઠંડા પાણીથી દરરોજ દિવસમાં બે વાર સ્નાન કરવું.
- રોગપ્રતિકારક શક્તિ વૃદ્ધિ કરે છે.
- શરીરને હળવાશ આપે છે.
- તંદ્રા , આળસ વગેરે દૂર કરે છે.
- શ્રમ - થાક દૂર કરવામાં શ્રેષ્ઠ કહેલ છે.
- અર્જીણ ( અપચો ) , અર્દિત ( અડધિયા વા ) વગેરે અવસ્થામાં સ્નાન ન કરવું.
ઋતુચર્યા -
- અલગ અલગ ઋતુઓનાં આગમન સાથે બહારના વાતાવરણમાં ફેરફાર થાય છે . આ ફેરફાર આપણા શરીરમાં રહેલ વાયુ , પિત્ત અને કફની ગુણવત્તામાં ફેરફાર કરે છે અને તેની અસરો શરીરની વિવિધ ક્રિયાઓ પર પણ થાય છે .
- પરિણામે , ઋતું પ્રમાણે આહાર - વિહારનું ધ્યાન ન રાખીએ તો આપણું શરીર રોગીષ્ઠ બને છે અને તેથી જ ઋતુ બદલાય એટલે તરત જ આપણને શરદી , ઉધરસ કે તાવ અથવા તો અન્ય કોઈ નાની મોટી તકલીફો થાય છે
- હવે જે બહારના વાતાવરણમાં થતા ફેરફારને અનુરૂપ થવા માટે આપણે પહેલેથી જ આપણા આહાર - વિહારમાં પણ જરૂરી ફેરફાર કરી દઈએ તો આપણે તેના બધી નાની - મોટી બીમારીઓથી બચી શકીએ છીએ . તો આવો , આપણે શીખીએ , જાણીએ કે ઋતુ બદલાવાની સાથે સાથે આપણા જીવનશૈલીમાં કેવા પ્રકારનાં ફેરફાર કરવા જોઈએ.
- નીચેના ઋતુચક્ર પ્રમાણે ફેરફાર કરવાથી બદલાતી ઋતુમાં આપણે સ્વસ્થ રહી શકીએ છીએ.
આ ઋતુચક્રમાં દર્શાવ્યા અનુસાર રોજિંદા જીવનમાં આહાર તેમજ વિહારમાં ફેરફાર કરવાથી બદલાતી ઋતુ સાથે આપણે શરીરને સ્વસ્થ રાખી શકીયે છીએ.
ખોરાક :
આયુર્વેદ માં ખોરાક લેવા માટે નીચે મુજબ અમુક શરતો દર્શાવેલી છે.
- ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ .
- પહેલા લીધેલું ભોજન યોગ્ય રીતે પાચન થઈ ગયા પછી જ જમવું જોઈએ
- જમ્યા પછી તરત સૂઈ જવું નહીં અને જમ્યા પછી તરત ખૂબ પાણી પણ ના પીવું જોઈએ .
- જમતી વખતે અન્ય પ્રવૃતિઓ જેવી કે મોબાઇલ વાપરવો , વાતો કરવી , વગેરે. પ્રવૃતિઓ ટાળવી જોઈએ .
- બને ત્યાં સુધી ગરમ અને તાજું બનાવેલું જ ભોજન લેવું જોઈએ .
- ખૂબ વધારે કે ભરપેટ ભોજન કરવાનું ટાળવું જોઈએ .
- જમવા માટે ના અમુક યોગ્ય સમય આયુર્વેદ માં દર્શાવેલ છે જે નીચે આપેલ છે
યોગ :
વ્યક્તિ સ્વસ્થ ત્યારે જ કહેવાય જ્યારે શારીરિક સાથે માનસિક રીતે પણ સ્વસ્થ હોય.
યોગ એ શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહેવા માટે ઉપયોગી છે.
આયુર્વેદ માં ઘણા પ્રકાર ના યોગ અને પ્રાણાયામ દર્શાવવામાં આવ્યા છે. જેમાથી સ્વસ્થ વ્યક્તિ અને રોગી બંને ને ઉપયોગી બને એવા યોગ આપેલા છે.
રોજ કરશો આ યોગ તો શરીર રહેશે નિરોગ :
- તાડાસન
- પાદહસ્તાસન
- અર્ધચક્રાસન
- ત્રિકોણાસન
- ભદ્રાસન
- વજ્રાસન
- ભુજંગાસન
- ઉત્તાનપાદાસન
- શવાસન
યોગ મટાડે રોગ - કયા રોગ માટે કયા યોગા કરવાથી ફાયદો થશે ??
- ડાયાબિટીસ- શુગરને લગતો આ રોગ હોય તો સુર્યનમસ્કાર, કપાલભાતિ, મયુરાસન, અગ્નિસાર ક્રિયા, કુર્માસન અને પાદપશ્ચિમોત્તાસનથી પેનક્રિયાસ સક્રિય થાય છે.
- થાઇરોઇડ- સર્વાગાસન, ઉષ્ટ્રાસન, ઉજ્જયી ક્રિયા કરવાથી થાઇરોઇડ ગ્રંથિઓ યોગ્ય રીતે કામ કરે છે.
- મેદસ્વીતા- સુર્યનમસ્કાર, કપાલભાતિ અને વક્રાસન કરવાથી ચરબી ઘટે છે.
- એસિડિટી- વજ્રાસન, પવનમુક્તાસન, પાદપશ્ચિમોત્તાસન શરીરમાં એસિડીટીની તકલીફ ઘટાડે છે.
- માઇગ્રેન- કોઇ પણ પ્રકારનો માથાનો દુખાવો હોય તો શીર્ષાસન, ભ્રમરી પ્રાણાયમ, સિધ્ધાસન, સર્વાંગાસન કરવાથી પિટ્યુટરી ગ્લેન્ડ એક્ટિવ થાય છે અને કોઇ પણ પ્રકારના માથાના દુખાવામાં આરામ મળે છે.
- સ્ટ્રેસ- નિયમિત 15 મિનિટ ધ્યાન અને લાફ્ટર થેરેપી કરવાથી સ્ટ્રેસમાંથી છુટકારો મળે છે.ગરદન, કમર અને સાંધાનો G. દુખાવો- ગર્દન માટે ભુજંગાસન, શલભાસન, કમરદર્દ માટે વક્રાસન, ત્રિકોણાસન, સર્પાસન અને ચંદ્રાસન અને ઘુંટણમાં દર્દ માટે તાડાસન કરવું.
- અસ્થમા- ગોમુખાસન, ભસ્ત્રિકા, ઉત્તાનમંડુકાસન અને અનુલોમ-વિલોમ કરવાથી ફેફસાને તાકાત મળે છે.
શું ધ્યાન રાખશો:
- ભોજન બાદ તરત યોગ ન કરવા
- ગંભીર રોગ, કોઇ દર્દ, મહિલાઓએ માસિક અથવા પ્રેગનન્સી દરમિયાન યોગ ન કરવા
- બ્રહ્મમુહુર્તમાં ઉઠીને શૌચક્રિયા વગર કોઇ પણ યોગ ક્રિયા ન કરવી
- જો તમે નિયમિત યોગ કરતા હો તો એક વારમાં ભોજન કરી લેવાના બદલે થોડા થોડા અંતરે જમવું.