કોરોના પોઝિટિવ આવશો તો શું કરશો ??

અત્યારે દુનિયાભરમાં અને ખાસ આપણાં દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે પહેલા તો આપડે કોરોનાથી બચવા નીચેના ઉપાયો કરવા જ જોઈએ

અત્યારે દુનિયાભરમાં અને ખાસ આપણાં દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે પહેલા તો આપડે કોરોનાથી બચવાના ઉપાયો કરવા જ જોઈએ અને હવે વેક્સિન પણ ઉપલબ્ધ હોવાથી સરકારના આદેશ અનુસાર વય મર્યાદા અનુસાર વેક્સિન પણ લઈ લેવી જોઈએ.

એવું પણ બને છે કે આપણે કોરોનાથી બચવા માટે માસ્ક , સેનિટાઈઝર , ઉકાળા વગેરેનો ઉપયોગ કરવા છતાં પણ કોરોના થાય , તો ઘરે જ આઇસોલેશનમાં રહીને શું કરવું જોઈએ ? ચાલો જાણીએ...

what should i do if i have tested positive for covid-19

શું ખાવું - પીવું ?

  • ખૂબ જ પાણી પીવું , દિવસમાં ત્રણ લિટર મિનિમમ , બને ત્યાં સુધી હુંફાળું પાણી પીવું
  • લીંબુ સરબત દિવસમાં બે વાર ( એક-એક ગ્લાસ )
  • નારંગી , સંતરા , મોસંબી નું જ્યુસ બે વાર ( એક-એક ગ્લાસ )
  • હળદરવાળું દૂધ દિવસમાં એક વાર
  • સૂંઠનો ભરપૂર ઉપયોગ કરવો ચા તેમજ ઉકાળો બનાવવામાં
  • ઘર નો જ ગરમ ખોરાક લેવો
  • ઠંડી વસ્તુ ના લેવી

કઈ આયુર્વેદિક દવાઓ લેવી ?

  • Swasari Patanjali - ઉધરસ આવે તો દીવાસમાં ત્રણ વાર
  • Ayush Kwath Powder - ઈમ્યુનિટી બુસ્ટર ઉકાળો દિવસમાં બે વાર
  • નિલગીરીનું તેલ - નાસ લેવા માટે અને રૂમ માં સ્પ્રે કરવા માટે
  • ધરાસણા માલિશ તેલ - શરીર ના સાંધા ના દુઃખાવા માટે

કઈ દવાઓ જરૂરી ?

  • Azithromycin - 500 - શરીરમાં રહેલ ઈન્ફેકશન દૂર કરવા માટે દિવસ માં 1 વાર ( 5 દિવસ )
  • Vitamin - C - રોગ પ્રતિકારક શક્તિ વધારવા દિવસમાં 1 વાર ( 10 દિવસ )
  • Vitamin - D રોગ પ્રતિકારક શક્તિ વધારવા અઠવાડીયામાં 1 વાર ગોળી ( 1 મહિના માટે )
  • ZINK - રોગ પ્રતિકારક વધારવા દિવસમાં 1 વાર ( 10 દિવસ )
  • Paracetamol તાવ આવે તો દર 8 કલાકે લેવી
  • Smartbreath નાસ લેવા માટે ના લીલા કલરના ટોટા દિવસમાં 2 થી 3 વાર નાસ લેવો
  • ડોક્ટરનું કન્સટિંગ કરીને બાકી જે તકલીફ હોય તેના માટે અલગ અલગ દવા લખાવી લેવી

કયા સાધનો જરૂરી ?

  • EZ - LIFE Oximeter - ઓકિસજન અને ઘબકારા માપવા માટે
  • EZ- LIFE Thermometer -શરીરનું તાપમાન માપવા માટે
  • દર 3 થી 4 કલાકે ઓકિસજન અને તાપમાન માપતા રેહવું અને તેની નોંધ લેતા રેહવું .
  • ઓકિસજન લેવલ 94 થી નીચે સતત જાય તો ડોક્ટરનો સંપર્ક કરવો

ડોકટોરનું કન્સલ્ટિંગ

  • તમે 104 પર કોરોના થયો છે તેની જાણ કરી શકો છે સરકાર દ્વારા તમને ફ્રીમાં કોરોના માટેની માહિતી તેમજ હોમ કોરંટીન માટે જરૂરી મદદ પૂરી પાડશે
  • આ ઉપરાંત તેમની દ્વારા દિવસમાં એક વાર ડોક્ટર હોમમાં વિઝિટ માટે પણ આવશે
  • તેમજ આકસ્મિક સમયમાં કઈ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે તેની માહિતી મળશે
  • સરકારી હોસ્પિટલમાં કે પ્રાઈવેટ હોસ્પિટલમાં સરકારે અમુક પથારી આરક્ષિત કરેલ છે તેમાં દાખલ થવા 108 પર સંપર્ક કરવો તેઓ તમને નજીકમાં જે હોસ્પિટલ માં જગ્યા હશે ત્યાં ભરતી કરાવી આપશે
  • આરોગ્ય સેતુ એપિલકેશનમાં પણ તમામ વિગતો આપેલ હોય છે તે ઇન્સટોલ કરી દેવી

કયા રિપોર્ટ જરૂરી ?

  • રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવે તો તે જ દિવસે RT PCR ટેસ્ટ કરાવવો
  • RTPCR ટેસ્ટમાં કોરોના કેટલો સક્રિય છે તેની જાણકારી મળશે
  • RTPCR 15 થી 20 વચ્ચે આવે તો 2 દિવસમાં નીચેના રિપોર્ટ કરાવી લેવા
  • CBC , CRP
  • ESR
  • LFT
  • D - Dimmer
  • SGPT
  • HRCT ( ખુબ વધુ અસર લાગે તો જરૂરી )

યોગ અને સૂર્ય પ્રકાશ

  • રોજે સવારે ઉગતા સુરજ નો સૂર્ય પ્રકાશ ખુબ જ ફાયદા કારક રહે છે
  • તાપ લેતા લેતા પ્રાણાયામ કરવું ખુબ જ ફાયદાકારક છે
  • ઓછામાં ઓછો 40 થી 60 મિનિટ સવાર ના તાપ માં બેસવું
  • સવારે થોડી હળવી કસરત કરવી

નાસ કઈ રીતે લેશો ?

  • શરૂઆત ના 5 થી 6 દિવસ નાસનું ખૂબ જ મહત્વ છે તેથી દિવસ માં 2 થી 3 વાર જરૂર લેવો .
  • નાસ લેવા માટે શરૂઆત દવાના જેમ જેમ નાસ લો તેમ - તેમ તેનાં ટીપા પાણીમાં ઉમેરતા જવું
  • એકવારમાં નાસ માટે અડધા ટોટાનો ઉપયોગ કરી શકાય .
જરૂરિયાત ધરાવતા અને અન્ય લોકો ને આ માહિતી શેર કરી મદદ કરીએ...

તમે આવી દરરોજ આયુર્વેદિક ટીપ્સ અને માહિતી માટે અમારી ટેલેગ્રામ ચેનલ જોઈન કરી  શકો છો જેથી તમને દરેક માહિતી આસાનીથી મળતી રહે.