Lose Weight with Ayurveda - વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ 9 આયુર્વેદિક ઘરેલું ઉપાયો..॥
લોકો વજન ઘટાડવા માટે ઘણા અલગ અલગ નુસખા અપનાવતા હોય છે અને એમાથી ઘણી વખત અમુક ઉપાયો કામ કરે પણ ખરા કે ન પણ કરે , કદાચ એવું પણ બને કે ફાયદો થવાને બદલે શરીર ને નુકશાન પણ પહોંચી શકે છે. આથી આપણે એવી રીતો જોઈએ કે જેનાથી ઘરગથ્થુ ઉપાયો દ્વારા જ વજન ઘટાડી શકાય.
વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ 9 આયુર્વેદિક ઘરેલું ઉપાયો
-
અરણીના મૂળનો ઉકાળો શીલાજીત સાથે સવાર - સાંજ પીવાથી અથવા ત્રણ ચમચી જેટલો એના પાનનો રસ પીવાથી ચરબી ઘટી જવાથી વજન ઓછું થઈ જાય છે .
-
વજન ઘટાડવા ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવો .
-
દરરોજ એક પાકા લીંબુના રસમાં ૬૦ ગ્રામ મધ મેળવી ચાટવાથી વજન ઊતરે છે .
-
૨૫ ગ્રામ લીંબુનો રસ અને ૨૫ ગ્રામ મધ ૨૦૦ મિ.લિ. સહેજ ગરમ પાણીમાં ભોજન બાદ તરત જ પીવાથી એક - બે માસમાં શરીરમાં મેદની ઉત્પત્તિ બંધ થાય છે અને વધેલો મેદ ઓછો થાય છે .
-
માત્ર મીઠું નાખેલું ચોખાનું ગરમ ગરમ ઓસામણ જેટલું ખાઈ શકાય તેટલું દરરોજ ખાવાથી વજન ઉતરી જાય છે .
-
એક મહિના સુધી ત્રિફળા ગૂગળ અથવા મેદોહર ગૂગળની બબ્બે ગોળી ભૂકો કરી સવાર - સાંજ લેવાથી અને રોજ રાત્રે સૂતી વખતે અડધીથી એક ચમચી ત્રિફળા ચૂર્ણ અથવા હરડે ચૂર્ણ લેવાથી તેમજ સવાર - સાંજ એક કિલોમીટર ઝડપથી ચાલવું , ભૂખ લાગે તેનાથી ઓછું જમવું , અને મગ - ભાત અથવા મગની દાળ અને ભાત જ ખાવાથી મહિને પાંચથી છ કિલો વજન ધટે છે . જેટલું વજન ઘટાડવું હોય ત્યાં સુધી આ પ્રમાણે જ રહેવું .
-
નિયમિત રૂપે ગરમાગરમ સૂપ પીવાથી વજન ઉતારવાના કાર્યક્રમમાં ચમત્કારિક સફળતા મળે છે .
-
સ્ત્રીઓને ર૨૦૦ અને પુરષોને ૨૫૦૦ કેલેરી ખોરાકની જરૂર પડે . એનાથી વધારાના ખોરાકની ચરબી બને છે , જેથી વજન વધે છે .
-
દરરોજ સવાર - સાંજ ભોજન બાદ એક મોટા ગ્લાસ હૂંફાળા પાણીમાં એક આખું લીંબુ નીચોવી ધીમે ધીમે પી જવાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે