જાણો ઘરની આસપાસ મળી આવતી આ ઔષધીય વનસ્પતિ ના અલભ્ય લાભ

આ વનસ્પતિ આપણી આસપાસ આસાની થી મળી આવે છે એના તેના અનેક ફાયદા છે અને ઘણા રોગોના ઉપચાર માટે પણ ઉપયોગી છે તો ચાલો આજે તેના અલભ્ય લાભ વિશે જાણીએ.

ઘરના બહાર ક્યારામાં કે બહાર બગીચામાં કોઈ એક ખૂણામાં છૂટાછવાયા ક્યાંક ને ક્યાંક કાંટાવાળા પાંદડા ધરાવતી કોઈ વનસ્પતિ કે છોડ ઉગેલો જોયો જ હશે. પણ કદાચ તમે તેની પર ખાસ ધ્યાન આપ્યું પણ નહીં હોય. પરંતુ આજે તમને તેના અલભ્ય લાભ અને મહત્વ વિશે જાણીએ તો ખૂબ જ નવાઈ લાગશે.

આ વનસ્પતિને કુંવારપાઠું કે જેને એલોવેરા તરીકે પણ ઓળખવામાં આવે છે તેની લાક્ષણિકતા એ છે કે તેના છોડને જીવંત રહેવા માટે અન્ય વનસ્પતિ કરતાં ઘણા ઓછા પ્રમાણમાં પાણીની જરૂર હોઈ છે, તેમ છતા તેમા સોડિયમ, આર્યન, પોટેશિયમ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, મેગેનીઝ, તાંબુ અને જસત વગેરે ખનીજ તત્વો ભરપૂર માત્રમાં જોવા મળે છે, એલોવેરા આપણી આસપાસ આસાની થી મળી આવે છે એના અનેક ફાયદા છે અને ઘણા રોગોના ઉપચાર માટે પણ ઉપયોગી છે તો ચાલો આજે તેના અલભ્ય લાભ વિશે જાણીએ.

aloe-vera-na-fayda

( ૧ ) એલોવેરાના લાબાને દાઝેલા ભાગ પર લગાડવાથી ગમે તેવી બળતરા શાંત થાય છે, પાક થતો નથી અને પાક થયો હોય તો રુઝાઈ જાય છે.

( ૨ ) આંખ આવી હોય તો લાબાને આંખમાં આંજવાથી આંખનો સોજો, ચીપડા, દુખાવો, બળતરા, રતાશ વગેરે ખુબ ઝડપથી મટે છે. 

( ૩ ) કુંવારપાઠાનું લાબુ ૧-૧ ચમચી સવાર સાંજ ખાવાથી લીવર અને બરોળ ના રોગો મટે છે. લોહીની ઓછપ ઘટે છે. શક્તી વધે છે. થાક અને દુર્બળતા દુર થાય છે. 

( ૪ ) માસીક સાફ આવતું ન હોય, ઓછું આવતું હોય, દુખાવા સાથે આવતું હોય કે માસિક ની બીજી કોઈ પણ ફરીયાદ હોય તો કુંવારપાઠાના નિયમિત સેવનથી તે જરૂર મટે છે. 

( ૫ ) હલતા - દુખતા દાંત પર કુંવારપાઠાનો રસ ઘસવાથી અને તેનો ટુકડો ચાવવાથી રાહત થાય છે. 

( ૮ ) કાયમી ગૅસ, લીવર કે બરોળની તકલીફ, ભુખ ન લાગવી, અજીર્ણ, શૂળ, અપચો, વગેરે માં ઘઉંના લોટમાં કુંવારપાઠા નો રસ નાખી રોટલી - ભાખરી બનાવી ખાવાથી લાભ થાય છે. 

( ૯ ) કુંવારપાઠાનો એકથી દોઢ ઈંચ લાંબો ટુકડો સવાર - સાંજ ખાવાથી કબજિયાત દૂર થાય છે . 

( ૧૦ ) કુંવારપાઠાનો એક ચમચો રસ દીવસમાં ત્રણ વાર લેવાથી તેમજ પેટ પર તેનો લેપ કરવાથી જલંધરમાં રાહત થાય છે. 

( ૧૧ ) કુંવારપાઠાના પાનના કાંટા કાઢી, વાટીને હળદર - મીઠું ભેળવી થોડું ગરમ કરી ગાંઠ કે સોજા પર લગાડવાથી રાહત થાય છે.

 ( ૧૨ ) એસીડીટીમાં કુંવારનો રસ થોડી સાકર નાખીને લેવાથી રાહત થાય છે.

( ૧૩ ) કુંવારપાઠાના રસમાં અડધી ચમચી હળદર નાખી દીવસમાં બે વાર પીવાથી તાવમાં રાહત થાય છે, કપાળ અને પગના તળીયે તેનો રસ ઘસવાથી તાવ તરત ઉતરી જાય છે. 

( ૧૪ ) થાઈરોઈડમાં કુંવારનો દોઢથી બે ઈંચનો ટુકડો ખાવાથી ફાયદો થાય છે . હળદર - અને મીઠું નાખેલો કુંવારનો રસ ગરમ કરી ગળા પર લેપ કરવાથી રાહત રહે છે. 

( ૧૫ ) કુંવારરસના સેવનથી યુવાની લાંબો સમય ટકી રહે છે. 

( ૧૬ ) શરીરના ખુલ્લા અંગો પર કુંવારપાઠું ઘસવાથી વાતાવરણની અશુદ્ધીઓની અસર થતી નથી . ચામડીનો વાન ઉજળો થાય છે.

( ૧૭ ) માથાના વાળના રક્ષણ માટે કુંવારપાઠાની છાલ ઉતારી અંદર ના ગર્ભ ને માથામાં ઘસી , વાળ સુકવી દેવા . થોડા સમય બાદ માલીસ કરી માથું ધોઈ નાખવાથી વાળ ચમકદાર , કાળા બને છે , તથા વાળની વૃદ્ધી પણ થાય છે.

( ૧૮ ) કુંવારનો રસ મોઢે ચોપડવાથી મોઢાનાં કાળાં ધાબાં - ડાઘા દુર થાય છે. 

( ૧૯ ) કુંવારના પાનના રસમાં હળદર , મધ અને સીંધવ મેળવી સવાર - સાંજ પીવાથી શ્વાસ - દમમાં કફ છુટો પડે છે. 

( ૨૦ ) અડધી ચમચી કુંવારનો ગર્ભ ખાધા પછી એક ગ્લાસ ગરમ દુધ પીવાથી મળ એકદમ સાફ ઉતરે છે .

તમે આવી દરરોજ આયુર્વેદિક ટીપ્સ અને માહિતી માટે અમારી ટેલેગ્રામ ચેનલ જોઈન કરી  શકો છો જેથી તમને દરેક માહિતી આસાનીથી મળતી રહે.