ખીલ દૂર કરવાના ઘરેલુ ઉપચાર

ખીલ થયા હોય તો કેટલાક ઘરેલુ નુસખા અપનાવી શકાય જેથી કોઈ આડઅસર વગર ખીલ મટાડી શકાય, ઘણી વખત ખીલ મટાડવાની દવા થી આડઅસર પણ જોવા મળે છે.

ખીલની સમસ્યા સામાન્ય છે, પરંતુ તેને નજરઅંદાજ કરી શકાય નહીં. જો તેનો કુદરતી ઉપચાર કરવામાં આવે તો ઘણે અંશે તેનાથી છુટકારો મેળવી શકાય છે, ઘણી વખત ખીલ મટાડવાની દવા થી પણ આડઅસર જોવા મળે છે, તેથી ખીલ થયા હોય તો કેટલાક ઘરેલુ નુસખા અપનાવી અહીં યોગ્ય જણાય છે, તદઉપરાંત ઘરગથ્થુ નુસખા ની આડ અસર પણ જોવા મળતી નથી, તેથી ચાલો જાણીએ ખીલને દૂર કરવાના આયુર્વેદિક ઘરેલુ નુસખા

ઉપાયો જાણતા પહેલા અમુક એવી બાબતો છે કે જે ધ્યાનમાં લેવી જોઈએ જેમ કે,

  • ઘણા લોકો ખીલ ને થોડી થોડી વારે સ્પર્શ કરતા હોય છે અને ખીલ ફોડતા પણ હોય છે જે ન કરવું જોઈએ.
  • ખીલ થયા હોય ત્યાં ખંજવાળવું નહીં.
  • ખીલ પર ગમે તે ક્રીમ લગાવવું નહીં કે જેના વિશે આપણે જાણતા ન હોઈએ.
  • જેનાથી તમને એલર્જી હોય એવા ચીકણા પદાર્થો ( જેમ કે, તેલ ) ચહેરા પર લગાવવા નહીં.
  • ખીલ પર ગમે તે ક્રીમ લગાવવું નહીં કે જેના વિશે આપણે જાણતા ન હોઈએ.
khil-dur-karavana-gharelu-ayurvedika-upachara-in-gujarati

ખીલ દૂર કરવાના ઘરેલુ ઉપચાર


નારંગીની છાલ : ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે. 

તલનો જૂનો ખોળ નો લેપ : તલનો જૂનો ખોળ ગાયના મૂત્રમાં કાલવી મોં પર લેપ કરવાથી યુવાનીમાં થતા ખીલ દૂર થાય છે.
 
પપૈયાની માલિશ : પાકા , ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલી , છૂંદીને ચહેરા પર થોડો સમય માલિશ કરવી - મસળવું . ૧૫-૨૦ મિનિટ બાદ સૂકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લૂછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું . એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ , ડાઘ વગેરે દૂર થઈ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે . ચહેરાની કરચલીઓ , કાળાશ અને મેલ દૂર થાય છે , ચહેરા પર કોમળતા અને કાંતિ આવે છે. 

પાકાં ટામેટાં : પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં . બે-ચાર કલાક એમ જ રહેવા દેવું . ત્યાર બાદ હૂંફાળા પાણીથી ધોઈ નાખવું . આનાથી ચહેરાના ખીલ ઝડપથી મટી જાય છે.
 
જાંબુના ઠળિયાને : જાંબુના ઠળિયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે.

લીમડો કે વડવાઈના કૂચા : સવારે અને રાત્રે બાવળ , લીમડો કે વડવાઈ નું દાતણ કરી એના કૂચાને મોં પર પાંચેક મિનિટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે.
 
ટંકણખાર અને ગુલાબજળ : ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે.
 
બદામ અને  માખણ નો લેપ :  બદામને માખણમાં ખૂબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલિશ કરવાથી મોં પરના ખીલ મટે છે. 

ગુલાબજળ અને સુખડ : ગુલાબજળમાં સુખડ ધસીને લગાડવાથી ખીલ મટે છે.
 
આમળાંનો લેપ : આમળાં દૂધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે.

કેરીની ગોટલી : કેરીની ગોટલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે.
 
લીમડા અથવા ફૂદીનાનો રસ : લીમડા કે ફૂદીનાનાં પાન વાટી તેનો રસ ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે. 

લીંબુ : તાજું લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર બે - ત્રણ મિનિટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.

ઉપર દર્શાવેલ ઉપાયોમાંથી કોઈપણ એક ઉપાય નિયમિત કરવાથી ખીલ મટાડવામાં જરૂર ફાયદો થશે.

ટિપ્સ

  • યોગ અથવા મેડિટ્રેશન કરોઃ આરામની મુદ્રામાં બેસીને ૧૫-૨૦ મિનિટ ધ્યાન લગાવો.
  • ગ્રીનરીવાળી જગ્યાએ બેસીને યોગા કરવાથી ફાયદો થશે.
  • જિમ જાઓ અથવા દોડવાનું પસંદ કરો. વર્કઆઉટ મૂડને સારો કરવામાં મદદ કરે છે.
  • મનપસંદ ગીત સાંભળો અને પરીવાર સાથે સારી ઔપળ વિતાવો.