શું નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ ગયા છે ? તો અપનાવો આ ઘરેલું ઉપાય થોડા દિવસોમાં વાળ કાળા અને જાડા થઈ જશે.

ખરાબ જીવનશૈલી, ખરાબ ખાવા પીવાની ટેવ , તણાવ વગેરે નો સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે. આ સાથે તમારી ત્વચાની સાથે તમારા વાળ પણ ખરાબ બનતા જાય છે.

આજના સમયમાં ઘણા લોકો સફેદ વાળની ​​સમસ્યાથી ચિંતિત છે, એમાં પણ નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા એ એક નવો ટ્રેન્ડ બની રહ્યો છે છેલ્લા પાંચ વર્ષમાં ગૂગલ ટ્રેન્ડ સર્ચ ઇન્ટરેસ્ટ થી ખબર પડી આવે છે કે ગૂગલ પર 'ગ્રે હેર' એટલે કે 'સફેદ વાળ' સર્ચ કરનારા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે, જેમાં ખાસ કરીને 2015 પછી આ સંખ્યામાં ખાસો વધારો જોવા મળ્યો હતો.

ખરાબ જીવનશૈલી, ખરાબ ખાવા પીવાની  ટેવ , તણાવ વગેરે નો સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે.  આ સાથે તમારી ત્વચાની સાથે તમારા વાળ પણ ખરાબ બનતા જાય છે. આજના સમયમાં ખરતા વાળ, ખોડો, સફેદ વાળ અથવા બરછટ વાળ થી લોકો પરેશાન છે.  આ સમસ્યાથી છૂટકારો મેળવવા, બજારમાંથી ખૂબ જ ખર્ચાળ પ્રોડક્ટસ ઉપયોગ કરે છે.  પરંતુ તેનાથી ફાયદો મેળવવાને બદલે તમારા વાળ વધુ ને વધુ સફેદ અથવા તો અન્ય નુકશાન થાય છે.

prevention premature white hair teenager

સ્કિન અને હેર એક્સપર્ટ ડોક્ટર દીપાલી ભારદ્વાજ આ અંગે જણાવે છે કે, "નાની  વયે વાળ સફેદ થવા એ એક બીમારી છે, જેને ડોક્ટરની ભાષામાં તેને કેનાઇટિસ કહેવાય છે."

ઇન્ડિયન જર્નલ ઓફ ડર્મેટોલૉજીમાં 2016 માં પ્રકાશિત થયેલા સંશોધન પ્રમાણે ભારતમાં કેનાઇટિસ માટે 20 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે.

જો ભારતીયોમાં 20 વર્ષ કે એથી પહેલા વાળ સફેદ થવાનું શરૂ થઈ જાય તો એવું માનવામાં આવે છે કે તેમને આ બીમારી હોઈ શકે છે.

આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારે રોજ યોગાસન, પ્રાણાયામ સાથે તમારા આહારમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે જો તમે તમારા સફેદ વાળને વધુ સફેદ થતા રોકવા માંગો છો અને નેચરલી કાળા કરવા માંગો છો તો કેટલાક ખાસ આયુર્વેદિક ઉપાય તમારી મદદ કરી શકે છે.  જેના વિશે આજે અમે તમને જણાવીશું. 

સફેદ વાળથી છુટકારો મેળવવાના ઉપાયો 

  • વિટામિન સી થી ભરપૂર આમળાનું સેવન કરો.  આમાં તમે કોઈપણ સ્વરૂપમાં અથાણું, કેન્ડી, આમરસ ખાઈ શકો છો.
  • ખોરાકમાં આમળા, ફ્લેક્સસીડ, તલ, દહીં, સરસવનું તેલ, ડ્રાયફ્રૂટ, દાળમાં તમાલપત્ર અને શક્કરિયા શામેલ કરો.
  • તમારા આહારમાં વધુને વધુ લીલા શાકભાજી નો સમાવેશ કરો.
  • દરરોજ સવારે ગિલોય, તુલસી, એલોવેરા નો રસ પીવો.  આ તમારા વાળને કાળા રાખવાની સાથે અનેક રોગોથી પણ દૂર રાખશે.  આ સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે.
  • વાળ પર ભૃંગરાજ તેલ લગાવવાથી ફાયદો થશે.  આ સિવાય જો તમને ભૃંગરાજ નો છોડ મળે તો તેના પાનનો રસ દરરોજ પીવો.  આ વાળને કાળા કરવામાં પણ મદદ કરશે.
  • ખૂબ મસાલેદાર તીખા તળેલા ખોરાક, મેંદાનો લોટ, કેફીન, કાર્બોનેટેડ પીણાં જેવા કે પેપ્સી, કોકાકોલા તથા ખાંડ અને મીઠાનું  વધુ માત્રામાં સેવન હિતાવહ નથી.

અરીઠા - શિકાકાઈ નો ઉપયોગ 

શેમ્પૂ ને બદલે, અરીઠા, શિકાકાઈ અને આમળાના પાણીથી વાળ ધોવા. આ માટે, આ ત્રણ વસ્તુ ને આખી રાત પલાળી રાખો.  બીજા દિવસે તેના પાણીથી વાળ ધોઈ લો.  આની મદદથી તમે વાળ ખરવાની સમસ્યા ની સાથે સફેદ વાળથી પણ છુટકારો મેળવશો.  

સફેદ વાળ અટકાવવા માટે આયુર્વેદિક દવા

  • અમલાકી રસાયણ - 1000 મિલિગ્રામ, 
  • મૂલેઠી (યષ્ટીમધુ) - 1000 મિલિગ્રામ, 
  • ભૃંગરાજ  પાવડર - 500 મિલિગ્રામ, 
  • ગોદંતી ભસ્મ -250 ગ્રામ, 
  • પ્રવાલ પિસ્તિ (કોરલ કેલ્શિયમ) -250 ગ્રામ, 
  • મુક્તા (મોતી) પીષ્ઠિ અને ભસ્મ -125 ગ્રામ, 
  • યશદ (જસદ) ભસ્મા -20 ગ્રામ, 
  • અભ્રકની ભસ્મ -20 ગ્રામ

આ આયુર્વેદિક સંયોજનને દરરોજ દિવસમાં બે જમ્યા બાદના એક કલાક પછી પાણી સાથે સેવન કરવું હિતાવહ છે.

મહાભૃંગરાજના તેલનું મસાજ

ઉપર જણાવેલ આયુર્વેદિક દવાના સેવન સાથે મહાભૃંગરાજ તેલ અથવા નીલીભ્રિંગાડીના તેલથી જો મસાજ કરવામાં આવે તો સફેદ વાળને વધતા અટકાવી સકાય છે. 

કાળા વાળ માટે યોગાસન

શીર્ષાસન તથા સર્વાંગાસન વાળને સ્વસ્થ અને કાળા બનાવવા માટે ઘણા કારગર સાબિત થયા છે, આ યોગાસન ના અન્ય ઘણા ફાયદા છે જેમકે, શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવામાં મદદરૂપ સાબિત થાય છે.

શીર્ષાસન કરવાની સાચી રીત ::

સર્વાંગાસન કરવાની સાચી રીત::

FAQ's (Frequently Asked Questions)

  • આપણી ખાવા-પીવાની આદત, અનહેલ્ધી જીવનશૈલી, ખરાબ શેમ્પૂનો ઉપયોગ, વધારે પડતો તણાવ, સ્મોકિંગ અને વાળ પર નવા પ્રકારની પ્રોડક્ટસ્ નો ઉપયોગ કરવો તથા આ સિવાય ઘણી વાર શરીરમાં વિટામિન ની ઉણપ વગેરે જેવા કારણો નાની વયે સફેદ વાળ આવવા પાછળ મુખ્ય જવાબદાર પરિબળો હોઈ શકે છે.

  • ના પહેલેથી થઈ ગયેલા સફેદ વાળ ને જડ મૂળ માંથી કાળા કરવા અશક્ય છે પરંતુ રોજ યોગાસન, પ્રાણાયામ સાથે તમારા આહાર અંગે સાવચેતી રાખીને તેને વધતા જરૂરથી અટકાવી શકાય છે તેમજ વાળ ને લગતી બીજી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
  • આ બીમારીનો ઇલાજ મુશ્કેલ છે. એક વખત વાળ સફેદ થઈ ગયા પછી જેટલી મુશ્કેલી તેને પાછા કાળા કરવામાં થાય છે એટલી જ મુશ્કેલી બાકી બચેલા વાળને સફેદ થતા રોકવામાં થાય છે.
  • કેનાઇટિસ માટે ઘણી દવાઓ અને શેમ્પૂ પણ બજારમાં ઉપલબ્ધ છે પણ તેનાથી માત્ર 20 થી 30 ટકા જેટલો જ ફેર પડે છે પરંતુ ઉપર જણાવેલ આયુર્વેદિક દવાના સંયોજનને દરરોજ જમ્યા પછી એક કલાક બાદ દિવસમાં બે વાર પાણી સાથે લેવાથી, તથા મહાભૃંગરાજ તેલ અથવા નીલીભ્રિંગાડી તેલ સાથે મસાજ કરવાથી ઘણો ફેર જોવા મળે છે.
  • ના હેર કલર એ માત્ર થોડા સમય માટે વાળ ને કાળા કરવા માટે વપરાય છે અને ઘણી વાર તેની આડઅસર પણ જોવા મળે છે આથી આપણે એવા ઉપાયો કરવા જોઈએ કે જેનાથી કુદરતી રીતે વાળ કાળા બને.