ઉધરસ , દમ-શ્વાસ અને ક્ષયના દર્દીઓ માટે અમૃત સમાન છે આ ઔષધિ, જાણો કઈ રીતે કરશો ઉપયોગ.
આપણા રહેઠાણ ની આસપાસ મળી આવતી અરડૂસી એ ઉધરસ, રક્તપિત્ત , ક્ષય તેમજ દમ-શ્વાસ જેવા રોગોના ઉપચાર માં શ્રેષ્ઠ સાબિત થઈ છે. અરડૂસીને અલગ અલગ સ્વરૂપમાં ઉપયોગ કરીને અનેક રોગોમાં રાહત મેળવી શકાય છે. અરડૂસી મુખ્યત્વે કફઘ્ન, રક્તસ્તંભક અને જ્વરઘ્ન છે. એ શીતવીર્ય, હૃદયને હિતકારી, લઘુ, તીખી-કડવી અને સ્વર-ગળાને હિતાવહ છે.
અરડૂસી ક્ષય માં ખૂબ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડૂસીનો ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી બંને ઉધરસમાં અરડૂસી ખબુ હિતાવહ છે. કફ છુટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસી સારું કામ કરે છે.
અરડૂસીનાં ઉપયોગની રીત અને તેના ફાયદા
-
અરડૂસીનાં તાજા પાનને ખબુ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાાંજ ચાટવાથી ખાંસી-ઉધરસ મટે છે, કફ જલ્દી છૂટો પડે છે.
-
અરડૂસીના પાન નો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, ફ્લુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.
-
અરડૂસી નું લાંબા સમય સુધી સેવન ક્ષય ના દર્દી માટે આશીર્વાદ સમાન છે.
-
એકથી બે ચમચી અરડૂસીના રસમાં એટલું જ મધ મેળવી સવાર-સાંજ પીવાથી ઉધરસ મટે છે
-
બે ચમચી અરડૂસીનો રસ, બે ચમચી મધ અને એક ચમચી માખણ મિશ્ર કરી તેમાં અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ મિશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી દમ - શ્વાસ મટે છે.
-
અરડૂસી ના મૂળનો ઉકાળો મૂત્રાવરોધ મટાડે છે.
-
અરડૂસીના ઉકાળાને ઠંડો પાડી તેમાં મધ નાખી સવાર-સાંજ પીવામાં આવે તો થોડા દિવસમાં કફના રોગો મટી જાય છે.
-
અરડૂસી ના પાંદડા અને દારુહળદર ને ખૂબ લસોટી ને બનાવેલી પેસ્ટ સવાર-સાાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડી ના જુના રોગો મટે છે.
-
ગરમ ચા માં અરડૂસીનો રસ અને સહેજ સંચળ નાખી પીવાથી જાડો કફ છુટો પડી જાય છે
-
અરડૂસીના પાંદડાંનો ફૂલો સહિત રસ કાઢી મધ સાથે મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે લેવાથી થોડા દિવસોમાં જ દમ, ઉધરસ અને કફ ક્ષય દૂર થાય છે.
-
અરડૂસીનાં પાન, દ્રાક્ષ અને હરડે ના ઉકાળા માં મધ તથા સાકર નાખી પીવાથી ઉધરસ કે કફમાં લોહી પડતું હોય તો તે બંધ થાય છે.
Ardusi Powder (250 Gms)
- It is a 100% Natural.
- It is a vegetarian product.
- There are no added preservatives and artificial colors.
- Nutrixia Food is established with a vision to enhance lifestyle of people by providing them quality Ayurvedic products at most competitive rates. We recommend people to make use of this product under proper guidance.