ડાયાબિટીસથી લઈને ઇમ્યુનિટી વધારે છે જાંબુ.. જાણો જાંબુ ખાવના 9 મોટા ફાયદા | Jambu na fayda.
જાંબુ એ વરસાદની સીઝનમાં ખાવામાં આવતું એક સ્વાદિષ્ટ ફળ છે. એમાં મીઠા સ્વાદની સાથે સાથે ઘણા ઔષધીય ગુણો પણ સમાયેલા છે. આથી જ જાંબુ ખાવથી ઘણા લાભ અને ફાયદા થાય છે. જેમ કે, પેટનો દુખાવો, ડાયાબિટીસ, પાચન સંબંધી બીજી બીમારી અને આંખો માટે પણ જાંબુ લાભદાયી છે. આપણે અહીંયા જાંબુ ખાવાથી થતા 9 મોટા લાભ વિશે જાણીશું.
ડાયાબિટીસમાં લાભકારી છે.
જાંબુને ડાયાબિટીસ માટે કારગર ઔષધ માનવામાં આવે છે. ડાયાબિટીસના લક્ષણો જેવા કે વારંવાર પેશાબ માટે જવું અને ખૂબ તરસ લાગવી જેવા લક્ષણોમાં રાહત આપે છે. જાંબુ બ્લડ સુગરના લેવલને કંટ્રોલમાં રાખે છે.
લોહીની ઉણપ દૂર કરે છે
જાંબુમાં વિટામિન C ની સાથે સાથે આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે એના કારણે જાંબુ શરીરમાં હિમોગ્લોબીન વધારે છે. જેથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે તેમજ જાંબુમાં રહેલા આયર્નના કારણે લોહી શુદ્ધ પણ થાય છે. જાંબુના ઝાડની છાલ અને પાન ડાયાબિટીસની સારવાર માટે વપરાય છે
ચામડીને લાગતી સમસ્યાઓ દૂર કરે છે
જાંબુમાં એસ્ટ્રીન્જેન્ટ ગુણ હોય છે જે ચામડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેનાથી ખીલની સમસ્યાઓ દૂર થાય છે. જો તમારી ચામડી તૈલી પ્રકારની છે તો જાંબુનું સેવન કરો જેથી ચામડી ફ્રેશ બની રહેશે. જાંબુ ચામડીની સમસ્યાઓ ને દૂર કરવાની સાથે ચામડીને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
સ્થૂળતા ઓછી કરે છે
જાંબુમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે અને કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. જાંબુમાં વિટામિન C ની સાથે સાથે આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ફોલિક એસિડ પણ હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વારંવાર ભૂખ લાગતી નથી. જાંબુના નિયમિત સેવનથી વજન ઘટે છે.
ઇમ્યુનિટી વધારે છે
જાંબુમાં વિટામિન, મિનરલ, એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન C હોય છે. જે ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે સાથે સાથે શરીરને શક્તિ પણ આપે છે.
આંખો માટે લાભકારી છે.
જાંબુ હિમોગ્લોબીન ના લેવલમાં વધારો કરે છે અને તેમાં રહેલ આયર્ન લોહીને શુદ્ધ કરે છે જે ચામડી માટે ફાયદાકારક છે સાથે સાથે આંખોના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. જાંબુમાં વિટામિન C ની સાથે સાથે વિટામિન A અને બીજા મિનરલ્સ પણ હોય છે. જે આંખો માટે ફાયદાકારક છે.
દાંત અને ગમ્સ માટે ફાયદાકારક છે
જાંબુના પાનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. પાનના સેવનથી ગમ્સ માંથી નીકળતું લોહી અટકે છે અને ઈન્ફેકશનથી બચાવે છે. એના માટે પાનને સૂકવીને ટૂથ પાઉડર તરીકે વાપરી શકાય. એના ખાસ ગુણોને કારણે મોઢામાં પડેલા ચાંદા મટી જાય છે. મોઢામાં પડેલા ચાંદામાં જાંબુના પાનનો ઉકાળો પણ ફાયદાકારક છે.
હદય માટે ફાયદાકારક છે
જાંબુમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે જેના કારણે તે હદયને લાભકારક છે. જાંબુ હદયને લગતી બીમારીઓ જેમ કે હાઈ બ્લડપ્રેશર, હાર્ટ સ્ટ્રોક વગેરેથી દુર રાખે છે. જાંબુ રક્તવાહિનીઓ ને સ્વસ્થ રાખે છે.
ઇન્ફેકશનને રોકે છે.
જાંબુમાં એન્ટી બેકટેરિયલ, એન્ટી ઇન્ફેકટિવ અને એન્ટી મલેરીયલ જેવા ગુણો હોય છે. જાંબુમાં એવા પ્રકારના એસિડ આવેલા હોય છે જે ઇન્ફેકશનને શરીરમાંથી દૂર કરે છે.
આ રીતે જાંબુ ખાવાથી શરીરને આ મોટા 9 લાભ થાય છે.
