આંખોની રોશની વધારવા અપનાવો આ ઉપાય, જલ્દી જ ઉતરી જશે આંખના નંબર

આંખોની નબળી રોશની તથા આખામાં દુખાવો, બળતરા, આખોમાંથી પાણી નીકળવું, ખંજવાળ આવવી વગેરે સમસ્યાથી છુટકારો મેળવવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય

સામાન્ય રીતે લાંબા સમય સુધી મોબાઈલ કે કમ્પ્યુટર વાપરવાથી આંખોને નુકશાન થાય છે. આ ઇલેક્ટ્રોનિક્સ સાધનો માંથી નીકળતા અલ્ટ્રા વાયોલેટ કિરણો આંખો માટે હાનિકારક સાબિત થાય છે. જેના કારણે આંખોની રોશની કે નજર નબળી પડી જાય છે. એની સાથે જ આંખમાં દુખાવો, બળતરા, આંખોમાંથી પાણી નીકળવું, ખંજવાળ આવવી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના કારણે ચશ્મા આવવાની શક્યતા પણ વધી જાય છે.

આંખોને સ્વસ્થ રાખવા માટે કુદરતી કે ઘરેલુ નુસખા વાપરી શકાય. આવો જાણીએ એવા ઘરેલુ ઉપચાર અને યોગાસન કે જેની મદદથી ચશ્માંના નંબર પણ ઉતારી શકાય.

Improve bad Eyesight

આંખોની રોશની વધારવા વપરાતા આયુર્વેદિક ઉપાય.

  • ચ્યવનપ્રાશ અથવા અમૃત રસાયણ નું સેવન
  • આમળાનું સેવન 
  • ત્રિફળા અને ઘી ને દૂધમાં નાખીને પીવું
  • આમલકી રસાયણ 200 ગ્રામ , સપ્તામૃત લોહ 20 ગ્રામ , મુકતા પિષ્ટી10 ગ્રામ , મોતી પિષ્ટી 2 થી 4 ગ્રામ લઈને બધું મિક્ષ કરીને 1 - 1 ચમચી દિવસમાં બે વાર લેવું.

આંખો સ્વસ્થ રાખવા માટે યોગાસન અને તેના લાભ.

શીર્ષાસન

  • આંખોની રોશની વધારવા કારગર છે.
  • ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે અને ત્વચા મુલાયમ અને સુંદર બને છે.
  • રોજ કરવાથી સફેદ વાળ કાળા થાય છે.
  • મગજમાં રક્ત પ્રવાહ વધે છે સાથે સાથે સ્મરણ શક્તિ વધે છે.

સર્વાંગાસન

  • આંખોના નંબર આવતા નથી.
  • થાઇરોઇડ સક્રિય થાય છે.
  • મગજ ને પૂરતા પ્રમાણમાં રક્તપ્રવાહ મળે છે.
  • તણાવ અને ચિંતા દૂર થાય છે.
  • એકાગ્રતા વધે છે.

હલાસન

  • મન શાંત થાય છે.
  • થાઇરોઇડને લગતા રોગો દૂર થાય છે.
  • ડાયાબિટીસને કાબુ માં રાખે છે.

અનુલોમ વિલોમ

  • શરીરમાં રક્તનો પ્રવાહ સુધરે છે.
  • શરીરમાંથી ટોક્સિન દ્રવ્યો દૂર કરે છે.
  • કેન્સરમાં લાભદાયી છે.

ઉપર દર્શાવેલ યોગ કઈ રીતે કરવા એના માટે તમે You Tube વિડિઓની મદદ લઇ શકો છો.

આંખોને સ્વસ્થ બનાવવા માટે આ રીત પણ અજમાવો

  1. ત્રાટક
  2. જલનેતી

🤔 કઈ રીતે કરશો ત્રાટક અને જલનેતી ?

ત્રાટક -

સૌ પ્રથમ એકાંત અને શાંત જગ્યા પસંદ કરો. ત્યારબાદ દીવાને આંખોની સામે થોડા અંતરે રાખો.  કોઈ પણ મુદ્રામાં આરામથી બેસો.  માથું, ગરદન અને પીઠ સીધી રાખો.  અંધારામાં ધ્યાનની મુદ્રા પર ધ્યાન કેન્દ્રિત કરો.  આંખોને બરાબર દીવા પર લાવો. દીવાના પ્રકાશ તરફ ધ્યાન આપો.  જ્યાં સુધી તમારી આંખો થાકી ન જાય ત્યાં સુધી તેને જોતા રહો. આંખ પટપટાવી નહીં.  તે પછી તમારી આંખો બંધ કરો.  પછી તમારી આંખોને ઠંડા પાણીથી ધોઈ લો. તમે આ દરરોજ અથવા અઠવાડિયામાં 1-2 વખત કરી શકો છો.

જલનેતિ -

જલનેતિ પાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા છે. આ ક્રિયા માટે પાણીમાં સેંધવ મીઠું પણ ઉમેરી શકાય. આ માટે, એક બાજુથી નાકના છિદ્રમાં પાણી રેડવામાં આવે છે, તે બીજા છીદ્રમાંથી સરળતાથી બહાર આવે છે. આ ક્રિયા કરવા માટે એક ખાસ પાત્રની જરૂર છે.  આ ક્રિયા કરતી વખતે, ગરદન ત્રાંસી રાખો અને મોં દ્વારા શ્વાસ લો.  આ ક્રિયા કરતી વખતે તમારા નાક દ્વારા ક્યારેય શ્વાસ ન લો.