સવારના સમયે શરીરમાં જોવા મળતી આ 5 સમસ્યાઓ હાઈ બ્લડ સુગર (ડાયાબિટીસ)ની નિશાની છે.

સવારના સમયે શરીરમાં જોવા મળતી આ 5 સમસ્યાઓ હાઈ બ્લડ સુગર (ડાયાબિટીસ)ની નિશાની છે.

 ડાયાબિટીસ: અત્યારના સમયમાં લોકોમાં બિનઆરોગ્યપ્રદ આહાર, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, તણાવ અને સ્થૂળતાને કારણે હાઈ બ્લડ સુગર હોવું ખૂબ જ સામાન્ય છે. હાઈ બ્લડ સુગર ડાયાબિટીસ જેવી ઘણી ખતરનાક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે લોકોના બ્લડ સુગર સવારે અચાનક વધી જાય છે.

આ સમયે બ્લડ સુગર લેવલ કેમ વધે છે? : આરોગ્ય નિષ્ણાતો માને છે કે હોર્મોનલ ફેરફારોને કારણે સવારે બ્લડ સુગર વધી જાય છે. જો દર્દીના શરીરમાં રાત્રે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ન હોય તો પણ સવારે સુગર વધી શકે છે. વળી, દર્દીએ ઊંઘતા પહેલા રાત્રે લીધેલું ભોજન પણ બ્લડ સુગર લેવલને અસર કરે છે. 

આ 5 સમસ્યાઓ દ્વારા જાણો હાઈ બ્લડ સુગર : ઘણી વખત દર્દીઓનું સુગર લેવલ સવારે ઉઠતા જ બાકીના સમય કરતા વધારે થઈ જાય છે. જો કે, ડાયાબિટીસના લક્ષણો દેખાય તે પહેલા આ રોગ શરીર પર હુમલો કરે છે. તેથી જ તેને " સાઇલંટ કિલર " કહેવામાં આવે છે. નિષ્ણાંતોના મતે, જો તમને ઉઠવાની સાથે જો આવી કેટલીક ખાસ સમસ્યાઓનો સામનો કરવો પડે, તો તે હાઈ બ્લડ સુગરનો સંકેત હોઈ શકે છે. 

મૂર્છા આવી જવી

ઊબકા આવવા

ચક્કર આવવા

મૂંઝવણ થવી 

વધારે તરસ લાગવી  

" બ્લડ સુગર ટાર્ગેટ " શું છે? : નિષ્ણાંતોના મતે બ્લડ સુગર ટાર્ગેટને તે શ્રેણી કહેવામાં આવે છે જે દર્દીઓ માટે સ્વસ્થ સ્તર છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર અનુસાર, દર્દીઓનું ભોજન પહેલા લોહીમાં શર્કરાનું સ્તર (સુગર લેવલ) 80 થી 130 mg/dL હોવું જોઈએ. તેમજ, લોહીમાં શર્કરાનું સ્તર ભોજન પછી બે કલાક પછી 180 mg/dL થી ઓછું હોવું જોઈએ. સીડીસી અનુસાર સુગરનું લેવલ - ઉંમર, અન્ય રોગો અને અન્ય પરિબળોથી પણ પ્રભાવિત થાય છે. 

સવારે બ્લડ સુગર લેવલને કેવી રીતે નિયંત્રિત કરવું? : આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, જે લોકોનું સુગર લેવલ સવારે વધારે આવે છે, તેમને ડૉક્ટરની સલાહ લીધા પછી, રાત્રે સૂતા સમયે ભોજન પછી દવાઓ અથવા ઇન્સ્યુલિન લો. સાંજે જમવું, જો શક્ય હોય તો રાત્રિભોજન પછી હળવી કસરત કરો.  

સૂતી વખતે કાર્બોહાઈડ્રેટ(ગળ્યા પદાર્થો) ધરાવતો નાસ્તો લેવાનું ટાળો, તેનાથી સુગર લેવલ વધી શકે છે. જો આટલું કરવા છતાં તમારા ગ્લુકોઝનું સ્તર નિયંત્રણમાં નથી આવતું તો ડૉક્ટર સાથે વાત કરો.