ફળ એક ફાયદા અનેક : જાણો આમળા ખાવાથી શરીરમાં થતા લાભ.

ફળ એક ફાયદા અનેક : જાણો શિયાળામાં આમળા ખાવાથી શરીરમાં થતા લાભ.
શિયાળામાં અનેક સ્વાસ્થય સંબધિત સમસ્યાઓ જોવા મળે છે જેમ કે - શુષ્ક ત્વચા , શરદી , ઉધરસ અને બીજા સંક્રમણો. ભોજનમાં એવા ઘણા તત્વો હોય છે જે આપણને આ બધાથી રક્ષણ આપે છે. એવું જ એક ફળ ' આમળા ', જે સ્વાસ્થય જાળવી રાખવામાં ખૂબ ઉપયોગી છે

શિયાળામાં શું ખાવું જોઈએ જેથી કરીને સ્વાસ્થ્ય જાળવી શકાય અને રોગોથી બચી શકાય? તમે આ એક ફળ ખાવાથી પણ પોતાના શરીર ને મજબૂત બનાવી શકો છો. આયુર્વેદમાં આમળા નો ઉપયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. તો આજે જાણીયે આમળાથી થતા સ્વાસ્થ્યના લાભ વિશે અને શા માટે આમળાને શિયાળામાં ખાવા જોઈએ.



શિયાળામાં આમળા ખાવાથી થતા લાભ : 


  1. આપણે સૌ જાણીએ છીએ કે આમળામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે, જે પ્રાકૃતિક રીતે એક એન્ટિઓક્સિડન્ટ છે.
  2. આમળા એ ચામડી અને વાળ માટે પણ લાભદાયી છે, આમળા લોહીને શુદ્ધ કરે છે અને ચામડીને પોષણ આપે છે.
  3. આમળામાં વૃદ્ધત્વને રોધવાનો ગુણ પણ છે.
  4. આમળા એ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે , શિયાળામાં આપણે સામન્ય રીતે ગળ્યું અને ચીકણું ખાવાનું વધારે પસંદ કરીએ છીએ જેના લીધે વજન વધે છે, આમળા ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને વધતા વજનને અટકાવે છે.
  5. આમળા આંખોની રોશની વધારે છે અને પાચનમાં સુધારો કરે છે, શિયાળામાં આપણે વધુ ખાવાનું પસંદ કરતાં હોઈએ છીએ જેથી આપણા પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. આમળા આપણા પાચનને સુધરે છે અને સ્વાસ્થય વધારે છે.
  6. આમળા ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે અને વિટામિન C થી ભરપૂર હોવાના કારણે ઇમ્યુનિટી વધારે છે.

હવે જાણીયે કે આમળાનો કઈ રીતે ઉપયોગ કરવો.

આમળાનો ઘણી રીતે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકાય છે જેમ કે - આમળા શૉટ્સ , ચટણી , અથાણું , કેન્ડી વગેરે..


તો આજે જ આમળાનો ઉપયોગ ચાલુ કરીને સ્વાસ્થય સંબંધીત સમસ્યાઓથી શરીરનું રક્ષણ કરો.