કોલેસ્ટેરોલ એ લોહીની નળીઓમાં મળતો મીણ જેવો પદાર્થ છે. સ્વસ્થ કોશિકાઓના નિર્માણ માટે શરીરને કોલેસ્ટેરોલની આવશ્યકતા રહે છે, પણ કોલેસ્ટેરોલનું પ્રમાણ વધી જવાથી હદયરોગ થવાનું જોખમ વધી જાય છે. સુસ્ત જીવનશૈલી અને ખાવાપીવાની ખોટી આદતોને કારણે રક્તવાહિનીઓમાં કોલેસ્ટેરોલ જમા થાય છે, જેના કારણે રક્તવાહિનીઓમાંથી પૂરતા પ્રમાણમાં રકતનો પ્રવાહ વહેતો નથી અથવા મુશ્કેલીથી વહન થાય છે. વધારે કોલેસ્ટેરોલ જમા થવાના કારણે સ્ટ્રોક અને હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે.

કોલેસ્ટેરોલ વારસામાં પણ આવી શકે છે, પણ ખરેખર તો એ અસ્વસ્થ જીવનશૈલીનું પરિણામ હોય છે. ડોક્ટરોનું માનવું છે કે ખરાબ ખાણીપીણી, સ્થૂળતા, કસરત ન કરવી, ધૂમ્રપાન, દારૂનું સેવન અને વધુ ઉંમર જેવા કારણો જવાબદાર હોય છે. કોલેસ્ટેરોલ વધવાની સાથે છાતીમાં દુખાવો, હાર્ટ એટેક, સ્ટ્રોક જેવા લક્ષણો જોવા મળે છે.
કોલેસ્ટેરોલથી બચવા અથવા ઓછું કરવાના શું ઉપાય છે?
જીવનશૈલી અને ખાવાપીવાની આદત બદલાવાથી કોલેસ્ટેરોલ કાબૂમાં રાખી શકાય છે જેમાં દવાઓ પણ મદદરૂપ છે. અહીંયા અમુક જ્યૂસ વિશે જાણકારી આપવામાં આવી છે, જેના નિયમિત સેવનથી કોલેસ્ટેરોલ લેવલ કંટ્રોલ કરવામાં કે ઓછું કરવામાં મદદ થાય છે.
1. ગ્રીન ટી
ગ્રીન ટી માં એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે જે ખરાબ કેલોસ્ટરોલને ઓછું કરે છે. 2015ના અભ્યાસમાં, ઉંદરોના અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું હતું કે તેમને 56 દિવસ સુધી આ સંયોજનો ધરાવતા જ્યૂસ આપવાથી કોલેસ્ટ્રોલનું સ્તર 30.4% ઘટે છે.
2. સોયા દૂધ
સોયામાં સેચ્યુરેટેડ ફેટ ઓછું હોય છે. સોયા દૂધ કોલેસ્ટ્રોલ ઘટાડવા અથવા અટકાવવામાં મદદ કરી શકે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) હૃદયરોગના જોખમને ઘટાડવા માટે દરરોજ 25 ગ્રામ સોયા દૂધ પીવાની ભલામણ કરે છે.
3. ઓટ્સ ડ્રીંક
ઓટ્સમાં બીટા-ગ્લુકેન્સ હોય છે, જે આંતરડામાં જેલ જેવો પદાર્થ બનાવે છે અને કોલેસ્ટ્રોલના શોષણને ઘટાડે છે. 2018ની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે ઓટનું દૂધ કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. મહત્તમ લાભો માટે, દરરોજ લગભગ 3 ગ્રામ બીટા-ગ્લુકન્સ લેવાનો પ્રયાસ કરવો.
4. ટામેટાંનો રસ
ટામેટાંમાં લાઇકોપીન નામનું સંયોજન ભરપૂર માત્રામાં હોય છે, જે લિપિડનું સ્તર સુધારી શકે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. સંશોધન દર્શાવે છે કે ટામેટાંને રસમાં પ્રોસેસ કરવાથી લાઈકોપીનનું પ્રમાણ વધે છે. ટામેટાંના રસમાં કોલેસ્ટ્રોલ ઘટાડનાર ફાઈબર અને નિયાસિન પણ ભરપૂર માત્રામાં હોય છે. 2015ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 25 મહિલાઓ જે 2 મહિના સુધી દરરોજ 280 મિલી ટમેટાંનો રસ પીતી હતી તેમને લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરમાં ઘટાડો થયો હતો.