ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે હળદરનો આ રીતે કરો ઉપયોગ , બ્લડ સુગર લેવલ હંમેશા રહેશે કંટ્રોલમાં.

ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે હળદરનો આ રીતે કરો ઉપયોગ , બ્લડ સુગર લેવલ હંમેશા રહેશે કંટ્રોલમાં.
આયુર્વેદમાં હળદરને ઔષધિના રૂપમાં વાપરવામાં આવે છે. હળદરને ઇમ્યુનિટી અને મેટાબોલિઝમ માટે સારી માનવામાં આવે છે. સાથે સાથે હળદર બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલ કરે છે.



ઘરમાં વપરાતા મસાલામાં હળદર એક એવો મસાલો છે કે જે ફક્ત સ્વાદ માટે જ નહીં આરોગ્ય અને સુંદરતા માટે પણ વપરાય છે. ઔષધીય ગુણોથી ભરપુર હળદરનું મહત્વ આયુર્વેદમાં ઘણું છે. હળદરમાં અનેક પોષકતત્ત્વ આવેલા હોય છે. હળદરમાં એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો તો હોય જ છે સાથે સાથે પ્રોટીન, ફાઇબર, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ, ઝીંક, આયર્ન, જેવા પોષકતત્વો આવેલા હોય છે. આ પોષક તત્ત્વો શરીર ને અનેક બીમારીઓથી બચાવે છે, તેના સેવનથી ઇમ્યુનિટી અને મેટાબોલિઝમ સારું થાય છે. બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. હવે જાણીએ કે હળદરનું કઈ રીતે સેવન કરવું જોઈએ કે જેથી ડાયાબિટીસ કાબુમાં રાખી શકાય.

ડાયાબિટીસ ના દર્દી ને આ રીતે કરવું જોઈએ હળદર નું સેવન.

1 - આમળા અને હળદર

2 થી 5 ગ્રામ હળદરના પાઉડરમાં થોડું આમળાનું રસ અને મધ મેળવીને પીવાથી સવાર સાંજ ખાઈ લેવાથી ડાયાબિટીસમાં લાભ થાય છે. આમળામાં વિટામિન સી ની સાથે સાથે ક્રોમિયમ હોય છે જે કાર્બોહાઇડ્રેટ ને પાચન કરવામાં મદદ કરે છે જેનાથી બ્લડ સુગર લેવલ કાબુમાં રહે છે.

2 - હળદર અને મરી

હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે સાથે સાથે તે હળદરવાળા દૂધના સેવનથી ડાયાબિટીસ કાબુમાં રાખી શકાય છે. રોજ ફક્ત એક ગ્લાસ દૂધમાં હળદર અને મરી પાઉડર ભેળવીને પીવું જોઈએ.

3 - આદું અને હળદર


આદુમાં પણ અનેક ગુણો હોય છે, બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવા માટે એક ગ્લાસ હળદરવાળા દૂધમાં થોડું આદુ ભેળવીને સેવન કરી શકાય.

4 - હળદર અને તજ

તજને પણ સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે, રોજ સવારે ઉઠીને હળદર, દૂધ અને તજવાળું દૂધ પીવાથી બ્લડ સુગર લેવલ કાબુમાં રાખી શકાય છે.

Disclaimer: लेख में उल्लिखित सुझाव केवल सामान्य जानकारी के उद्देश्य से हैं और इसे पेशेवर चिकित्सा सलाह के रूप में नहीं लिया जाना चाहिए। कोई भी फिटनेस व्यवस्था या चिकित्सकीय सलाह शुरू करने से पहले कृपया डॉक्टर से सलाह लें।