જો તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ છે, તો તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. પ્રોટીનની ઉણપને કારણે શરીરમાં ચોક્કસ લક્ષણો દેખાય છે.

1. સોજા આવવા :
શરીરમાં પ્રોટીનની કમી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ એડીમાનું (Edema) કારણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારા શરીરના કોઈપણ ભાગમાં સોજો આવવા લાગે છે. નિષ્ણાતોના મતે, હ્યુમન સીરમ આલ્બ્યુમીનની ઉણપને કારણે આવું થાય છે. આલ્બ્યુમિન એ રક્ત પ્લાઝ્મામાં હાજર પ્રોટીન છે.
2. વાળ પર અસર :
પ્રોટીનની ઉણપને કારણે વાળ ખરવા લાગે છે. સાથે જ પ્રોટીનની ઉણપ ચામડી અને નખ પર પણ અસર કરે છે. પ્રોટીનની ઉણપને કારણે ચામડી ફાટી જાય છે અને ત્વચા પર ડાઘ અને લાલ નિશાન દેખાવા લાગે છે. જેના કારણે વાળ પાતળા થઈ જાય છે અને નખ પણ નબળા થઈ જાય છે.
3. ઇન્ફેક્શનનું જોખમ :
પ્રોટીનની ઉણપથી શરીરમાં ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. પ્રોટીનની ઉણપ રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર કરે છે, જેના કારણે તમે સરળતાથી ચેપનો ભોગ બની શકો છો.
4. હાડકાના ફ્રેક્ચરની શક્યતા વધી જાય છે :
પ્રોટીનની ઉણપથી હાડકાં તૂટવાની શક્યતા પણ વધી જાય છે. તેનાથી હાડકાં નબળાં પડે છે અને ફ્રેક્ચરનું જોખમ વધી જાય છે.
5. ફેટી લીવર :
પ્રોટીનની ઉણપથી પણ ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે. આમાં લીવરના કોષોમાં ચરબી જમા થાય છે. આનાથી લીવરમાં બળતરા કે લીવર ફેલ થવા જેવી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. મેદસ્વી લોકો અને વધુ આલ્કોહોલ પીનારા લોકોમાં ફેટી લીવરની સમસ્યા જોવા મળે છે.