Black Fungus : જાણો બ્લેક ફંગસ થી બચવા શું કરવું જોઈએ ?

બ્લેક ફંગસ નામની ફૂગના કારણે મ્યુકર માયકોસિસ (Mucormycosis) નામની બીમારી ના કેસ પણ દિવસે ને દિવસે વધતા જાય છે . આ રોગ એટલો ગંભીર છે કે

અત્યારે વિશ્વભરમાં કોરોનાના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા છે ત્યારે ભારતમાં સાથે સાથે બ્લેક ફંગસ નામની ફૂગના કારણે મ્યુકર માયકોસિસ (Mucormycosis) નામની બીમારી ના કેસ પણ દિવસે ને દિવસે વધતા જાય છે. આ રોગ એટલો ગંભીર છે કે ઘણા દર્દીઓને બચાવવા માટે તેમના શરીર સંક્રમિત ભાગને શરીરમાંથી કાઢી નાખવો પડતો હોય છે.  

તો ચાલો જાણીએ કે આ આ રોગથી બચવા માટે શું શું સાવચેતી રાખવી પડે. 

ઘણી વખત આ રોગ ઘાતક બનતો હોય છે જો એની સમયસર સારવાર ન કરવામાં આવે તો જીવલેણ સાબિત થાય છે, આથી મ્યુકર માઇકોસિસની ઘાતકતા થી બચવા માટે શરૂઆત થી જ સારવાર લેવી જરૂરી છે.  નીચેના લક્ષણો પરથી આપણે રોગ ને જાણી શકીએ અને તેની સારવાર વહેલી તકે કરાવી શકીએ. 

how to prevent mucormycosis or black fungus infection in gujarati

Mucormycosis અથવા બ્લેક ફંગસ માં ક્યાં ક્યાં લક્ષણો જોવા મળે? [symptoms]

શરૂઆતના લક્ષણો માં તાવ,ચહેરા માં દુખાવો, માથાનો દુખાવો, નાકે બાજી જવું, દાંત માં દુખાવો, નાક માંથી રક્તસ્ત્રાવ થવો, ચહેરા પર સોજો આવી જવો અને ત્વચાનો કલર ઉડી જવો એવા લક્ષણો જોવા મળે છે. જો લાંબો સમય તેની સારવાર આપવામાં ન આવે તો સંક્રમણ આંખ અને મગજ સુધી પ્રસરી જાય છે. તેના કારણે આંખમાં પણ સોજો આવે છે. પોપચાં ઢળી જવા જેવા લક્ષણો જોવા મળે છે. દ્રષ્ટિ પણ ઘટી જાય છે. તાળવું કાળું પડી જાય છે અને સભાનતા નું સ્તર ઘટતું જાય છે. 

શું શું સાવચેતી રાખવાથી બચી શકાય ? [Precautions for black fungus]

  1. કોરોનાની સારવાર દરમિયાન સ્ટેરોઇડ્સ લેવાનું સમય અને માત્રા ધ્યાનમાં રાખો. બને ત્યાં સુધી ડોક્ટર ના માર્ગદર્શન અનુસાર જ સ્ટીરોઇડ દવા લેવી.  
  2. કોરોનાની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી બ્લડ સુગર ચેક કરતા રહો.
  3. શરીરમાં વધારાની સુગર ને નિયંત્રિત કરો.
  4. ઓક્સિજન ઉપચાર કરતી વખતે  હ્યુમિડિફાયરમાંથી પાણીને સાફ કરો. 
  5. એન્ટિબાયોટિક્સ અથવા એન્ટિફંગલ્સ દવાનો યોગ્ય રીતે ઉપયોગ કરો. 
  6. જો તમે ધૂળ વાળા વિસ્તારો પર જઈ રહ્યા છો તો માસ્ક પહેરો. 
  7. માટી (બાગકામ), શેવાળ અથવા ખાતરને નાંખતી વખતે તમારી જાતને સારી રીતે કવર કરો

શું કરીએ તો આ રોગ ની વધારે ઘાતકતા થી બચી શકાય ? [How to prevent black Fungus infection]

  1. નાકમાં અવરોધ જેવા લક્ષણોને હળવાશથી ન લો.
  2. ફંગલ ઇટીઓલોજી પરીક્ષણ કરાવો
  3. સારવાર ઝડપથી કરો

જોખમ પરિબળો [Risk factors]

બ્લેક ફંગસ અથવા Mucormycosis  નબળી ઇમ્યુનિટી વાળા લોકોને અસર કરી શકે છે, અને ખાસ કરીને કોવિડ- 19 રોગમાં દર્દીને આપવામાં આવતી સ્ટીરોઇડ્સ અને દવાઓ વ્યક્તિની ઈમ્યુનિટીને નોંધપાત્ર અસર કરી શકે છે. જેના લીધે તમે બ્લેક ફંગલ ઇન્ફેક્શન થી પ્રભાવિત થઈ શકો છો. તેથી કોરોના વાયરસથી સ્વસ્થ થયા પછી ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી સ્વાસ્થ્ય વિશે સાવધ રહેવાની જરૂર છે.