બ્લેક, વાઈટ અને યલો ફંગસ પછી હવે ગ્રીન ફંગસ નો ખતરો, જાણો શરૂઆતી લક્ષણો અને બચાવ | Green Fungus Disease early symptoms and prevention in Gujarati.
હાલમાં જ દેશમાં ચાલી રહેલી કોરોના મહામારી ની સાથે ફંગસ ઇન્ફેકશન પણ જોવા મળ્યું છે.દેશમાં કોરોનાની સાથે ફંગલ ઇન્ફેકશન એટલે કે મ્યુકરમાયકોસીસ ના કેસો પણ દિવસે દિવસે વધતા જાય છે.તેમજ મ્યુકરમાયકોસીસ ને પણ મહામારી ઘોષિત કરી દેવામાં આવી છે.
હાલમાં જ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં ગ્રીન ફંગસનો પહેલો કેસ સામે આવ્યો હતો. આ કેસ 34 વર્ષ ના એક કોવિડ 19 માંથી સાજા થઈ ચૂકેલા વ્યક્તિમાં જોવા મળ્યો છે.હાલમાં તેમને મુંબઇ ખસેડીને સારવાર ચાલુ કરી દેવામાં આવી છે.
લોકો ચિંતામાં છે કે આ ગ્રીન ફંગસમાં કેવા લક્ષણો જોવા મળે છે તેમજ તે બ્લેક અને વાઇટ ફંગસથી કઈ રીતે અલગ પડે છે. તો ચાલો જાણીએ…
ગ્રીન ફંગસ અથવા એસ્પરગિલોસિસ એ દુર્લભ ચેપ છે જે સામાન્ય રીતે જોવા મળતી ફૂગની જાતિઓને એસ્પરગિલસ તરીકે ઓળખાય છે. તે ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ જોવા મળે છે અને મોટાભાગના લોકો દરરોજ એસ્પિરગિલસ બીજકણમાં શ્વાસ લે છે.
ગ્રીન ફંગસ શું છે? અને તેના લક્ષણો શું છે..?
ગ્રીન ફંગસને એસ્પરગિલોસીસ ના નામથી પણ ઓળખાય છે. તેમાં તાવની સાથે નાકમાંથી લોહી નીકડે છે. એસ્પરગિલોસીસ એવા લોકોને થાય છે કે જેમની ઇમ્યુન સિસ્ટમ નબળી પડી ગઇ હોય અથવા જેમને ફેફસાની કોઈ બીમારી હોય.
ગ્રીન ફંગસના લક્ષણો :-
- નાકમાંથી લોહી નિકળવું
- ખૂબ તાવ આવવો
- થાક લાગવો , નબળાઈ લાગવી
- વજન ઘટવો
- શ્વાસ લેવામાં તકલીફ પડવી.
અન્ય લક્ષણો :-
- છાતીમાં દુખાવો
- પેશાબના પ્રમાણમાં ઘટાડો
- પેશાબમાં લોહી આવવું
- માથું દુઃખવું
ગ્રીન ફંગસથી બચવા શું કરવું :-
- આ પ્રકારના ફંગલ સંક્રમણમાં ફક્ત સારી સ્વચ્છતા , મૌખિક અને શારીરિક સ્વચ્છતા રાખવાથી રોકી શકાય છે.
- બને ત્યાં સુધી દૂષિત હવા અને પાણીવાળા ક્ષેત્રથી બચવાનો પ્રયત્ન કરો , જો એવા ક્ષેત્રમાં જવાનું થાય તો N-95 માક્સ અવશ્ય પહેરવું જોઈએ.
- એવી પ્રવૃત્તિથી દૂર રહેવું જેમાં ધૂળના સંપર્કમાં આવવું પડે.
- ચહેરા અને હાથને સાબુથી સારી રીતે ધોતા રહો , ખાસ કરીને માટીના સંપર્કમાં આવ્યા પછી.
સારી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો માટે, એસ્પરગિલસમાં ઘાતક નથી. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ચેપનું જોખમ વધારે રહે છે અને શરીરના બીજા ભાગોમાં સંક્રમણ નું જોખમ વધારે રહે છે . જો એસ્પરગીલોસિસનો ઉપચાર ન કરવામાં આવે તો તેમાંથી ચેપી ન્યુમોનિયા થવાની સંભાવના રહે છે.